about image

શ્રી આહીર સેવા સમાજ - મુંબઈ

સમાજના વિકાસનો વિચાર કરતાં પહેલો પ્રશ્ર્ન એ થાય કે કઈ જગ્યાએ આર્થિક વિકાસની તકો વધારે છે. જે શહેરોનો વિકાસ વધારે થયેલ છે તે સામે નજર દોડાવશું તો આપણને ખ્યાલ આવશે કે તે શહેરના વિકાસમાં સ્થાનિક માણસો કરતાં બહારથી આવેલા લોકોનું યોગદાન વધારે છે. આ બાબતમાં આપણે વિચારવાનું છે. સર્વપ્રથમ આ માટે શું કરી શકીએ તે વિચારવાનું છે.

આર્થિક વિકાસ માટે નજર દોડાવશું તો મુંબઈ-સુરત-વડોદરા-અમદાવાદ- રાજકોટ આપણી નજર સામે આવશે તેમાં પ્રથમ સ્થાન મુંબઈનું છે. અહીં આપણા વિકાસની ઘણી તકો રહેલ છે. અહીં ઘણા કુટુંબો આર્થિક રીતે સદ્ધર થયેલ છે, તેમજ રોજગારીની તકો ઘણી છે. બીજું સ્થાન સુરતનું છે ત્યાં પણ કાપડ તથા હીરા ઉદ્યોગને વિકાસ સારો થયેલ છે. સુરતમાં આશરે ત્રીસ હજારની આહીરોની વસતી છે. સુરતનો હીરા તેમજ કાપડ ઉદ્યોગ મુંબઈ સાથે સંકળાયેલ છે. પ્રમાણમાં મુંબઈમાં આપણી વસતી ઓછી છે છતાં વિકાસની તકો વધારે હોઈ આપણે સર્વ પ્રથમ મુંબઈ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.મુંબઈમાં આપણી ૬ થી ૭ હજારની વસતી છે તેમજ આપણા ઘણા જીલ્લાઓ સાથે સંકળાયેલ છે.

મહારાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાંથી ઘણાં કુટુંબો આવેલ છે. મુંબઈમાં રોજે રોજ નવા ભાઈઓ રોજગારી માટે આવે છે તેમજ મુંબઈમાં તબીબી સારવાર માટે આવવું ફરજીયાત થઈ ગયેલ છે. ખાસ કરીને જીવલેણ રોગો કેન્સર, કીડની તથા હૃદયરોગની તેમજ લીવરની બીમારી માટે સારવાર લેવા મુંબઈ આવવું બહુ જરૂરી બને છે. આપણી જ્ઞાતિની રહેવા ઉતરવાની કોઈ સગવડ નથી ત્યારે હોસ્પિટલ અર્થે આવતા ભાઈઓની સ્થિતિ ઘણી જ દયાજનક હોય છે. વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે, હોટલમાં ઉતરવાના ખર્ચ બધાને પોસાય તેવા નથી હોતા. આ વસ્તુને નજર સામે રાખી શ્રી આહીર સેવા સમાજ મુંબઈ તરફથી આપણું પોતાનું કહી શકાય તેવું આહીર ભવન બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આહીર ભવનનો અંદાજીત ખર્ચ પાંચ કરોડનો થશે જે માટે આ૫ સૌ જ્ઞાતિજનોને આર્થિક સહાય માટે શ્રી આહીર સેવા સમાજ મુંબઈ અપીલ કરે છે. સામૂહિક શક્તિ માટે આ કાર્ય અશક્ય નથી. મુંબઈ સમાજના ટ્રસ્ટીઓ તેમજ કારોબારી સભ્યો આ માટે અથાગ પ્રયત્નો કરે છે તેમજ આહીર ભવનનું નિર્માણ વહેલી તકે થાય તે માટે સભ્યો પૂરો સમય આપે છે.

અમારા વિશે વધુ

આપણું લક્ષ્ય

અમારું વિઝન એક સમૃદ્ધ સમુદાયની સ્થાપના કરવાનું છે જ્યાં દરેક આહીર સભ્યને શિક્ષણ, આરોગ્યસંભાળ અને આર્થિક તકો ઉપલબ્ધ હોય, જે આવનારી પેઢીઓ માટે એકતા, પ્રગતિ અને સમૃદ્ધિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે.અમારું વિઝન એક સમૃદ્ધ સમુદાયની સ્થાપના કરવાનું છે જ્યાં દરેક આહીર સભ્યને શિક્ષણ, આરોગ્યસંભાળ અને આર્થિક તકો ઉપલબ્ધ હોય, જે આવનારી પેઢીઓ માટે એકતા, પ્રગતિ અને સમૃદ્ધિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે.

આપણું ધ્યેય

આહીર સેવા સમાજના સભ્યો વચ્ચે સામૂહિક સંસાધનો અને સહયોગનો ઉપયોગ કરીને મુંબઈથી શરૂ કરીને અને ગુજરાત સુધી વિસ્તરણ કરીને વિકાસ અને વિકાસની તકો ઊભી કરવાનું અમારું મિશન છે.

આપણું મૂલ્ય

અમારું મૂલ્ય એકતા અને સમર્થન દ્વારા સામૂહિક સશક્તિકરણ છે, આહીર સમુદાય માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવું.

ગેલેરી

ટીમના સભ્યોને મળો

શ્રી પ્રદીપભાઈ પરડવા

શ્રી પ્રદીપભાઈ પરડવા
( પ્રમુખ )

શ્રી માલદેવભાઈ બાની

શ્રી માલદેવભાઈ બાની
( મેનેજિંગ ટ્રસ્ટી )

શ્રી બાબુભાઈ મ્યાત્રા

શ્રી બાબુભાઈ મ્યાત્રા
( મેનેજિંગ ટ્રસ્ટી )

શ્રી પ્રદીપભાઈ મ્યાત્રા

શ્રી પ્રદીપભાઈ મ્યાત્રા
( મંત્રી )

આગામી કાર્યક્રમ

logo

સમાજના વિકાસનો વિચાર કરતાં પહેલો પ્રશ્ર્ન એ થાય કે કઈ જગ્યાએ આર્થિક વિકાસની તકો વધારે છે.

સ્થાન

  • વૃંદાવન વાટિકા, સી.ટી.એસ. નંબર ૧૭૬૨, સામે. યોગી ટાવર, યોગી નગર લિંક રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૯૧.
  • +૯૧ ૯૦૮૨૨૬૧૮૫૬
  • ahirsevasamajmumbai@gmail.com