ઇતિહાસ

about image

શ્રી આહીર સેવા સમાજ મુંબઈના સભ્યોનું પ્રથમ વસતીપત્રક 'સમાજ દર્શન' આપના કર કમળોમાં પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ અને ઉલ્લાસ અનુભવીએ છીએ. આપ સૌને પણ આવી જ અનુભૂતિ થશે.

સમાજ એટલે જ્ઞાતિ કુટુંબનો સમુહ એટલે કે સમાજપંચ એક વડલો. સમાજનું પ્રત્યેક કુટુંબ એટલે તેની શાખા અને દરેક વ્યક્તિ એ તેનું પર્ણ ગણાય. પર્ણરૂપી દરેક સભ્યની સંપૂર્ણ કૌટુંબિક માહિતીનું સચોટ પ્રતિબિંબ વસતીપત્રકમાં પડે છે માટે આ વસતીપત્રકનું નામ “સમાજદર્શન' રાખેલ છે. આ નામનો ટુંકો અર્થ એટલે સામુહિક રીતે આપણે સહુ એકબીજાથી વાકેફ થઈએ. મનુષ્ય જીવન પરિવર્તનના નિયમોને આધીન છે. જન્મથી મરણના સમય દરમ્યાન શિશુ, બાળ, કુમાર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ તેમજ વિદ્યાર્થી, ગૃહસ્થ, નોકરીયાત, ધંધાદારી વિગેરે અવસ્થામાંથી એક અથવા બીજી રીતે રહી અથવા સ્થળાંતર કરી સામાજીક નિયમોને આધીન માનવ પોતપોતાને અનુકુળ હોય એ રીતે જીવન વ્યતિત કરતો હોય છે. પરિવર્તનની નિરંતર ચાલથી આ પ્રક્રિયાની નોંધ રાખવી તો અશક્ય છે પરંતુ પાંચ સાત વર્ષે એક વખત એક નિશ્ચિત સમયરેખાનો.

ઉપયોગ કરી વસતીપત્રકનું પ્રકાશન કરવામાં આવે તો એ એક ઉત્કૃષ્ટ સમાજ ઉપયોગી સાધન બની શકે. એટલું જ નહીં પણ સમાજના આધારભૂત દસ્તાવેજ તરીકે ઉપયોગમાં આવે. 'સમાજ દર્શન' પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ દરેક જ્ઞાતિજનો એકબીજાના પરિચયમાં આવે, સમાજની પ્રવૃત્તિ અને પ્રગતિની માહિતી મેળવે, સામાજીક, સાંસ્કૃતિક અને વ્યવસાયીક દ્રષ્ટિએ એકબીજાને ઉપયોગી થાય અને અરસપરસના સુખ દુઃખના સાથીદાર બને તેવી અમારી અંતરની ભાવના છે.

'સમાજ દર્શન' દ્વારા આપણા સમાજમાં આર્થિક દૃષ્ટિએ કેટલા સદ્ધર, કેટલા સામાન્ય, કેટલા નબળા સભ્યો છે તેનો ચીતાર આપણને મળી રહેશે. સાથે સાથે જરૂરતમંદ સભ્યોની જરૂરિયાતો સમજીને પૂરી કરવાના પ્રયત્નોમાં પ્રવૃત્ત થવાની એક પ્રેરણા પણ આપણને આમાંથી જ મળી રહેશે. સારી સ્થિતિવાળા જ્ઞાતિજનો મોટાભાઈ, સામાન્યને વચેટ ભાઈ અને નબળાને નાનાભાઈ ગણી મોટાભાઈઓ નાનાભાઈઓનું ધ્યાન રાખતા રહે તો આ ગ્રંથ છાપ્યો પ્રમાણ ગણાશે. વસતીપત્રકનું પ્રકાશન એ તો આપણા સહિયારા પ્રયત્નનું એક માત્ર નાનું પરિણામ છે. સમય હમેશા પરિવર્તનશીલ છે. આપણે સાથે મળીને એક કદમ મૂક્યું છે જે બીજા અનેક ઉપયોગી કાર્યો કરવાની મહેચ્છા સાથે મૂક્યું છે. વસતીપત્રકની ઉપયોગીતા વિશે જેમ બેમત નથી, તેમ “આપણું વસતીપત્રક સંપૂર્ણ છે' એમ પણ ક્યારેય દાવાથી કહી શકાય નહીં. કારણ કે ફોર્મ ભરાઈને આવે ત્યારથી લઈ વસતીપત્રક છપાઈને હાથમાં આવે ત્યાં સુધીમાં વિગતોની પરિસ્થિતિ બદલાતી રહેવાની જ. નવા જન્મ, મરણ, વેવિશાળ, લગ્ન, નવા સ્થળાંતરો થતાં જ રહેવાના.

વસતીપત્રકના સંકલન અને પ્રકાશનનું ભગીરથ કાર્ય પુરું થવા બદલ સમાજના સહુ કાર્યકરોનો ઉત્સાહ, ઉમંગ, જોમ અને જુસ્સો કાબિલેદાદ છે. આપણી સંસ્થા તરવરાટથી સભર આ સહુ કાર્યકરોથી ગૌરવશીલ બનેલ છે. વસતીપત્રકનું સંકલન કાર્ય ઘણો સમય માગી લે તેવું હતું. બનતા પ્રયત્ન કરીને આપણા દરેક સભ્યોની માહિતી મેળવવા પ્રયાસ થયો છે. ચાલુ છાપકામ દરમ્યાન મોડેથી મળેલા ફોર્મનો પણ આમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં જે સભ્યો ફોર્મ ભરીને નથી મોકલી શક્યા તેઓ તેમના કુટુંબની વિગત મોકલી આપશે તો એવા ફોર્મનો સંસ્થાના રેકોર્ડમાં સમાવેશ થઈ શકશે અને આગળ ઉપયોગી બનશે. “સમાજ દર્શન' આપને કોઈપણ પ્રકારે ઉપયોગી બનશે, તો આ ક્ષેત્રમાં કરેલી મહેનત લેખે લાગશે. વસતીપત્રકનાં પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર તમામે તમામ દાતાઓ પ્રત્યે આ તકે કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ.

આ વસતીપત્રકના પ્રકાશનની પૂર્વભૂમિકાથી લઈ પૂર્ણતા સુધીના કાર્યમાં જેમની સૂઝ અને ચોક્સાઈ ઉપયોગી બની છે તે 'વર્ડબીટ'ના શ્રી ચંદ્ર ખત્રીને અને સુંદર મુદ્રણ બદલ 'વિભુ ગ્રાફિક્સ'ને અભિનંદન, વડવાઓની મહામૂલી દેણ જેવી, તેમની જ્ઞાતિસેવા થકી સમાજ ઉજળો બન્યો છે. આપણા વડવાઓએ રોપેલાં આંબાના મીઠા ફળ સમાજને મળી રહ્યા છે. એ વડવાઓને વંદન વારંવાર. સેવા અને સમર્પણની જે કેડી વડવાઓએ કંડારી છે તે છે અમારો પંથ. આપ સૌ જ્ઞાતિબંધુનો પ્રેમ, સાથ અને સહકાર એ અમારું પ્રેરક બળ છે. આ કેડી અને પ્રેરક બળ એ અમારી સાચી મૂડી છે અને એ જ અમારો રાહ છે. આજની પળે અમારી પાસે આથી વિશેષ કંઈ કહેવા જેવું નથી. આ વસતીપત્રકને સંપૂર્ણ બનાવવામાં અમારા સંનિષ્ટ પ્રયાસો છતાં તેમાં કોઈ ક્ષતિ જણાય તો ઉદારદિલે દરગુજર કરશો. આખા આયોજનમાં જુદી જુદી રીતે સહયોગ આપનાર દરેકનો ફરી એકવાર આભાર.

આ પ્રસંગે માજી ધારાસભ્ય શ્રી અરજણભાઈ નંદાણીયા લોએજવાળાએ ખાસ હાજરી આપેલ. તે વખતે મંડળના સભ્યો મળીને કારોબારીની રચના કરી. જેમાં શ્રી બચુભાઈ જીવણભાઈ આહીર, શ્રી હીરાભાઈ નંદાણીયા, શ્રી બેચરભાઈ વાઘમશી, શ્રી નારાણભાઈ નંદાણીયા, શ્રી અરજણભાઈ વરૂ, શ્રી પુંજાભાઈ કરંગીયા તેમજ શ્રી માલદેવભાઈ બાનીનો કારોબારીમાં સમાવેશ કરીને સમાજની સ્થાપના કરેલ. શ્રી ખીમજીભાઈ ડુવા, શ્રી બચુભાઈ આહીર તેમજ શ્રી માલદેભાઈ બાની અને શ્રી ખીમજીભાઈ સાથે સમાજમાં ફરતા. મંડળનો મુખ્ય હેતુ મુંબઈમાં સમાજની વાડી સ્થાપવાનો હતો. ઘરે ઘરે ફરી તે સમયમાં મંડળ દ્વારા રૂા.૧૫૦૦૦/-ની રકમ એકઠી કરેલ. તે વખતે આપણા સમાજના સભ્યો મુંબઈમાં ઓછા હોવાના કારણે જે ફંડની અપેક્ષા હતી તે પૂર્ણ થઈ નહીં. એ સમયમાં આપણા સમાજનો આર્થિક વિકાસ પણ જોઈએ એટલો ન હોવાથી સામાજિક વિકાસ પણ મંદ હતો પણ હિંમત અને શ્રદ્ધા પૂર્ણ હતી. તેથી શ્રી આહીર યુવક મંડળની સ્થાપના શ્રી મસરીભાઈ કે. બાનીના પ્રમુખસ્થાને કરી.

સૌ યુવાનો એકત્ર થઈને સમાજની વાડીનો સંકલ્પ કરેલ. તે વખતના યુવક મંડળમાં શ્રી વાલજીભાઈ પરડવા, શ્રી વિનુભાઈ નંદાણીયા, શ્રી હસમુખભાઈ આહીર, શ્રી ડાબજીભાઈ જીંજાળા શ્રી દાનાભાઈ વાઘમશી, શ્રી ચેતનભાઈ વાણિયા, શ્રી મધુકાંતભાઈ કલસરીયા, શ્રી બાબુભાઈ લાડુમોર, શ્રી સુખદેવભાઈ ડાંગર વિગેરે સાથી કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નો દ્વારા મુંબઈમાં પ્રથમ આપણા ગુજરાત આહીર સમાજના પ્રમુખ શ્રી પેથલજીભાઈ ચાવડા, શ્રી દોલુભાઈ માડમ, શ્રી જેઠાભાઈ ડેર તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં બોરીવલી ખાતે શ્રી ભીખુદાન ગઢવી તેમજ સાથી કલાકારોનો ડાયરાનો પ્રોગ્રામ રાખી યુવક મંડળ દ્વારા સામાજીક તેમજ એકતાનું પ્રદર્શન કરીને આયોજન સફળ કરેલ. ડાયરામાં જે ફંડ થયેલ તેનો ઉપયોગ સમાજના કાર્યાલય માટે વસઈમાં ૨ રૂમનો ફ્લેટ લઈ મંડળે પોતાની ઈચ્છા પૂર્ણ કરી. ત્યરબાદ અવારનવાર કાર્યક્રમો થતા રહ્યા. તો બીજી બાજુ કચ્છી આહીર યુવક મંડળ પોતાની કાર્યપદ્ધતિ વધારી રહી હતી. તેમને પણ સમાજ માટે કાંઈ કરવાની ભાવના જાગૃત થઈ. તેમણે શ્રી જખુભાઈ આહીરના પ્રમુખસ્થાને કચ્છી મચ્છોયા આહીર સમાજની સ્થાપના કરી. તેમાં શ્રી રાણાભાઈ, શ્રી તેજાભાઈ, શ્રી પ્રદીપભાઈ મ્યાત્રા, શ્રી લક્ષ્મીચંદભાઈ જરૂ તેમજ શ્રી બચુભાઈ, શ્રી ડાહ્યાભાઈ મરંડ વિગેરે સાથી કાર્યકર્તાઓ બહુ જહેમત સાથે ભાગ લઈ સમાજને આર્થિક રીતે સદ્ધર કરવા લોટરીની ટિકીટનું આયોજન કરેલ. તેમજ પ્રથમ મુંબઈ માટે કચ્છી મચ્છોયા ભાઈઓનું વસતીપત્રક બહાર પાડીને એકતાનું પ્રદર્શન કરેલ.

તો બીજી એક સંસ્થા શ્રી વાગડ આહીર યુવક મંડળ પણ પોતાની પ્રવૃત્તિ કરી રહેલ. તેમણે સમાજના વિકાસ માટે ભાઈદાસ હોલમાં શ્રી રૂદ્રાણીના મહંત શ્રી ધર્મેન્દ્રગીરીની હાજરીમાં મહેશકુમાર એન્ડ પાર્ટીનો પ્રોગ્રામ રાખેલ. પેપરમાં જાહેરાત જોઈ. આહીરભાઈનો પ્રોગ્રામ સમજીને ત્યાં કાર્યકરો ગયેલ. વાગડ આહીર યુવક મંડળના પ્રમુખશ્રી તેજાભાઈ રાધુભાઈ સાથે મુલાકાત થઈ. તેમની સાથે એકતાના વિચારોની આપલે થઈ. સંગઠનની ભાવના વધારે મજબૂત બની. મંડળના બીજા ભાઈઓ શ્રી રાણાભાઈ સોનારા, શ્રી પચાણભાઈ, શ્રી કરસનભાઈ, શ્રી ધનજીભાઈ, શ્રી નાગજીભાઈ બાળા સાથે કાર્યકરોની મુલાકાતો થઈ.

શ્રી વાગડ આહીર યુવક મંડળ આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી દર વર્ષે મનાવતા હતા. આ સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થયેલ તેમાં આપણા જ્ઞાતિબંધુઓ ગુજરાતમાં ચુંટાઈ આવેલ. તેમનો સન્માન કરવાનો વિચાર આવેલ. ચુંટાઈ આવેલા શ્રી દેવાણંદભાઈ સોલંકી, શ્રી જશુભાઈ બારડ, શ્રી ડો. રણમલભાઈ વારોતરીયા, શ્રી જવાહરભાઈ ચાવડા, શ્રી નાનાભાઈ રોયલાનું વિલેપાર્લા ખાતે દબદબાપૂર્વક સમાજના બધા મંડળો તરફથી સન્માન કર્યું. આથી સહુ કાર્યકરોના ઉમંગમાં વધારો થયો. ધારાસભ્યો પણ સમાજના સામાજીક પ્રોગ્રામથી પ્રભાવિત થઈ સમસ્ત આહીર સમાજ એક થઈ એક મંચ ઉપર આવી સમાજના અધૂરા કાર્યો પૂર્ણ કરે એવી અપેક્ષા સાથે વિદાય લીધી. સમાજને ભવિષ્યમાં કાર્યો માટે વચન આપી વતનમાં વિદાય થયા.

આમ આ પ્રસંગથી બધા મંડળોમાં એકતાની ભાવના જાગૃત થઈ. બધા મંડળોની મિટીંગ શ્રી માલદેવભાઈ બાનીને ત્યાં મળી. સંપૂર્ણ સમાજ બનાવવાની બધા મંડળોએ સંમતિ દર્શાવી અને જેની પાસે ભંડોળ હોય તે સમસ્ત સમાજને આપી દેવાનું નક્કી કરી બધા મંડળોનું વિસર્જન કરી શ્રી આહીર સેવા સમાજ મુંબઈની સ્થાપના સન ૧૯૯૧માં કરી.

આ કાર્ય મુંબઈ આહીર સમાજની એકતા માટે બહુ જ અગત્યનું રહ્યું. બધા જાગૃત સભ્યોના કારણે આ શક્ય બન્યું. આજે સમાજનું સમસ્ત ગુજરાતમાં આજીવન સભ્યો બનાવવાનું અભિયાન ચાલુ છે. સમાજની એકતાની તીવ્ર ભાવનાને કારણે સન ૧૯૯૨માં સમસ્ત ગુજરાતના આગેવાન ભાઈઓને મુંબઈ આમંત્રણ આપેલ. જ્ઞાતિના આગેવાન તેમજ ડોક્ટરો તેમજ જ્ઞાતિની સંસ્થા સાથે સંકળાયેલ ભાઈઓનું શ્રી મુંબઈ સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ. આર્થિક ફંડની અપેક્ષા ન હોવા છતાં ગુજરાતથી પધારેલ આગેવાન જ્ઞાતિબંધુઓએ મુંબઈ સમાજને લાખો રૂપિયાના દાન જાહેર કરી ઉમંગમાં વધારો કરીને વિદાય લીધી.

about image

આથી સમાજની જવાબદારી વધી ગઈ. તેથી સમાજ માટે આહીર ભવનની જગ્યા લેવાનું નક્કી કર્યું. પ્રચંડ પુરૂષાર્થ કરી આર્થિક ફંડ ઊભું કર્યું. સભ્યો દ્વારા પણ ફંડ એકઠું કર્યું. આ રીતે આહીર ભવન માટે બોરીવલીમાં ૨૫૦૦૦ હજાર ફુટની જગ્યા સંપૂર્ણ પેમેન્ટથી પ્રાપ્ત કરી સમાજનું મુખ્ય કાર્ય જમીન લેવાનું પૂર્ણ કરેલ. આ અગાઉ જુના મંડળનો જે ફ્લેટ વસઈ મુકામે હતો તે વેચવા માટે જ્ઞાતિબંધુઓ રૂા.૩૦૦/-માં મળે એ માટે લોટરીની ટિકીટો બહાર પાડી. એનો ડ્રો બોરીવલી મુકામે હિન્દુજા હોલમાં રાખેલ. એમાં લક્કી નંબર શ્રી રાણાભાઈ સોનારાને લાગેલ. ઉદારદિલના દાતા શ્રી રાણાભાઈએ ત્યારે જ જાહેરાત કરી કે ફ્લેટની જે રકમ આવશે તે સમાજ માટે વાપરશે. તેમણે શ્રી મુંબઈ સમાજને રૂા.૧,૧૧,૧૧૧/-નું દાન આપેલ. તેમજ શ્રી ભગવાનજીભાઈને રૂા.૧૧૦૦૦/- દાન આપી બાકીની ૨હેશે ગ્રામ્યજનોના હિત માટે ગામમાં સ્મશાન બાંધી આપવાનું જાહેર કરીને સમાજને એક અનોખું ઉદાહરણ આપેલ છે. મો રાણાભાઈ બોલવાનું ઓછું પણ વધારે કાર્યમાં માને છે. ઘણા સભ્યોએ જાહેરાત કરેલ કે ફ્લેટ લાગે તો દાનમાં આપવાનું શ્રી રાણાભાઈ તો ફ્લેટ લાગ્યો અને તુરત જ વીરતાપૂર્વક તેમણે મેળવેલું સમાજને ચરણે ધરી દેવાનું કામ કરી બતા ત્યાર પછી આ કાર્યક્રમની અંદર વસતીપત્રકના પ્રકાશનની રજુઆત થઈ. પ્રકાશન ખર્ચને પહોંચી વળવ જાહેરખબર યોજનાની રજુઆત થઈ. પહેલા પાના માટે શ્રી મધુકાન્તભાઈ કલસરીયાએ ૬૧૦૦૦/- રૂા. રકમ આપે પાનાની જાહેરાત આપી તેમજ તે પછીના પાના માટે શ્રી બાબુભાઈ સુરાએ રૂા.૫૧૦૦૦/-ની રકમ આપી. સમાજના આવકમાં વધારો કરવાનો ફાળો આપ્યો. આ પ્રસંગે શ્રી બાબુભાઈ સુરાની દ્રસ્ટી તરીકે વરણી થઈ. આ રીતે વર પ્રકાશન કરવાના પ્રયત્નનો આરંભ વેગવાન બન્યો.

સમાજ તરફથી દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એમાં સમસ્ત આહીર સમાજ ઉત્પા ભાગ લે છે. આ પ્રસંગે આહીર ભવનમાં ભૂમિપૂજનમાં બેસવા માટે જે વધારે રકમ આપે તેનો લાભ ભૂમિપૂજનમાં મળશે એવી જાહેરાત સાથે ઘણા જ ઉત્સાહની સાથે રૂા.૧,૬૧,૦૦૦/- જેવી માતબર રકમની જાહેરાત શ્રી પ્રવિણા ભીખાભાઈ નકુમ રાજુલાવાળા (હાલ મુંબઈ)એ કરીને ભૂમિપૂજનમાં બેસવાનો લાભ મેળવ્યો. તા.૮-૬-૧૯૯૫ના રોજે ડી પ્રવિણભાઈ તેમજ તેમના ધર્મપત્નીના હાથે સમાજના આહીર ભવનનું મુર્હત થયું.

આહીર ભવનના આયોજનની રકમ અંદાજે રૂા. પાંચ કરોડ જેટલી છે. તે માટે સમાજના ભાઈઓને અપીલ કરીએ છીએ કે આપશ્રી આ કાર્ય માટે ઉદાર હાથે ફાળો આપશો. તેમજ ભૂમિદાન માટે રૂા.૫૦૦/- એક ફુટના નક્કી કરેલ છે. તેમજ સભ્ય ફી રૂા. ૫૦૧/- આજીવન તરીકે કરેલ છે. તો ભાઈઓને લાભ લેવા વિનંતી.

આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે સમાજની ભાવિપેઢી જે આવતીકાલનો સુકાની છે એવા બાળકોનું જે શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે છે તેમનું સન્માન પણ કરવામાં આવે છે તેમજ તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સિવાય સમાજના જ્ઞાતિબંધુ માટે મેડિકલ રિલીફ ફંડની સગવડ મળે તે માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેના લાભ પણ જ્ઞાતિબંધુઓ લે છે. આ સિવાય ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થવા માટે શ્રી યદુનંદન બેન્કની સ્થાપના કરવામાં આવશે. તેનો લાભ સમસ્ત જ્ઞાતિબંધુઓ તેમજ સમાજને મળશે. પુસ્તક બેંક અને બલ્ડ બેંકની સ્થાપના કરવાનો પણ ઇરાદો છે. - શ્રી રાણાભાઈ તેજાભાઈ આહીર અને શ્રી બેચરભાઈ વાઘમશીએ વિશેષ જહેમત લઈ આપણા સમાજને વિકાસશીલ બનાવી શકે તેવું સંસ્થાનું બંધારણ તૈયાર કરવા માટે અત્યંત પરિશ્રમ ઉઠાવી સંસ્થા પ્રત્યે મમત્વ દાખવવા બદ્દલ અભિનંદન.

- શ્રી આહીર સેવા સમાજ, મુંબઈ

logo

સમાજના વિકાસનો વિચાર કરતાં પહેલો પ્રશ્ર્ન એ થાય કે કઈ જગ્યાએ આર્થિક વિકાસની તકો વધારે છે.

સ્થાન

  • વૃંદાવન વાટિકા, સી.ટી.એસ. નંબર ૧૭૬૨, સામે. યોગી ટાવર, યોગી નગર લિંક રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૯૧.
  • +૯૧ ૯૦૮૨૨૬૧૮૫૬
  • ahirsevasamajmumbai@gmail.com