સમાજના વિકાસનો વિચાર કરતાં પહેલો પ્રશ્ર્ન એ થાય કે કઈ જગ્યાએ આર્થિક વિકાસની તકો વધારે છે. જે શહેરોનો વિકાસ વધારે થયેલ છે તે સામે નજર દોડાવશું તો આપણને ખ્યાલ આવશે કે તે શહેરના વિકાસમાં સ્થાનિક માણસો કરતાં બહારથી આવેલા લોકોનું યોગદાન વધારે છે. આ બાબતમાં આપણે વિચારવાનું છે. સર્વપ્રથમ આ માટે શું કરી શકીએ તે વિચારવાનું છે.
આર્થિક વિકાસ માટે નજર દોડાવશું તો મુંબઈ-સુરત-વડોદરા-અમદાવાદ- રાજકોટ આપણી નજર સામે આવશે તેમાં પ્રથમ સ્થાન મુંબઈનું છે. અહીં આપણા વિકાસની ઘણી તકો રહેલ છે. અહીં ઘણા કુટુંબો આર્થિક રીતે સદ્ધર થયેલ છે, તેમજ રોજગારીની તકો ઘણી છે. બીજું સ્થાન સુરતનું છે ત્યાં પણ કાપડ તથા હીરા ઉદ્યોગને વિકાસ સારો થયેલ છે. સુરતમાં આશરે ત્રીસ હજારની આહીરોની વસતી છે. સુરતનો હીરા તેમજ કાપડ ઉદ્યોગ મુંબઈ સાથે સંકળાયેલ છે. પ્રમાણમાં મુંબઈમાં આપણી વસતી ઓછી છે છતાં વિકાસની તકો વધારે હોઈ આપણે સર્વ પ્રથમ મુંબઈ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.મુંબઈમાં આપણી ૬ થી ૭ હજારની વસતી છે તેમજ આપણા ઘણા જીલ્લાઓ સાથે સંકળાયેલ છે.
મહારાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાંથી ઘણાં કુટુંબો આવેલ છે. મુંબઈમાં રોજે રોજ નવા ભાઈઓ રોજગારી માટે આવે છે તેમજ મુંબઈમાં તબીબી સારવાર માટે આવવું ફરજીયાત થઈ ગયેલ છે. ખાસ કરીને જીવલેણ રોગો કેન્સર, કીડની તથા હૃદયરોગની તેમજ લીવરની બીમારી માટે સારવાર લેવા મુંબઈ આવવું બહુ જરૂરી બને છે. આપણી જ્ઞાતિની રહેવા ઉતરવાની કોઈ સગવડ નથી ત્યારે હોસ્પિટલ અર્થે આવતા ભાઈઓની સ્થિતિ ઘણી જ દયાજનક હોય છે. વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે, હોટલમાં ઉતરવાના ખર્ચ બધાને પોસાય તેવા નથી હોતા. આ વસ્તુને નજર સામે રાખી શ્રી આહીર સેવા સમાજ મુંબઈ તરફથી આપણું પોતાનું કહી શકાય તેવું આહીર ભવન બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આહીર ભવનનો અંદાજીત ખર્ચ પાંચ કરોડનો થશે જે માટે આ૫ સૌ જ્ઞાતિજનોને આર્થિક સહાય માટે શ્રી આહીર સેવા સમાજ મુંબઈ અપીલ કરે છે. સામૂહિક શક્તિ માટે આ કાર્ય અશક્ય નથી. મુંબઈ સમાજના ટ્રસ્ટીઓ તેમજ કારોબારી સભ્યો આ માટે અથાગ પ્રયત્નો કરે છે તેમજ આહીર ભવનનું નિર્માણ વહેલી તકે થાય તે માટે સભ્યો પૂરો સમય આપે છે. આહીર ભવનનો ઉપયોગ આપણા સમાજના સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્ય સેવાઓના વિકાસ માટે થશે. શ્રી આહીર ભવનની આશરે ૨૫,૦૦૦ ફૂટ છે જે મુંબઈનું હાર્દ સમા બોરીવલીમાં આવેલ છે. પ્લોટનું પૂરું પેમેન્ટ કરી વિશાળ સમુદાયની હાજરીમાં ભૂમિપૂજન તા.૮-૬-૯૫ના રોજ કરેલ છે. હાલની જમીનની કિંમત સવા કરોડ થવા જાય છે. બોરીવલી સ્ટેશન ઉપર બહારગામથી આવતી બધી ટ્રેનો ઊભી રહે છે જે આપની જાણ માટે. “નાનો ફાળો પણ સીનો ફાળો” લક્ષમાં રાખી આ૫ આહીર ભવન માટે ૧ ફૂટના રૂા.૫૦૦/- પાંસચોના હિસાબે ભૂમિદાન આપી શકો છો. ભૂમિદાન રૂપિયા પાંચસોના ગુણાંકમાં આપવાનું રહેશે. જેમ કે કોઈ ભાઈ ૧૦ ફૂટ દાન આપે તો રૂ.૫૦૦૦/- પાંચ હજાર આપવાના રહેશે. જ્ઞાતિ સંસ્થા જ્ઞાતિ સેવાર્થે એ નીતિએ આહીર ભવનમાં આપનું યોગદાન જરૂરી છે જ. આ૫ની સ્વૈચ્છિક જાગૃતિ એજ સમાજની પ્રગતિ.
સામૂહિક શક્તિના સમન્વય અર્થે શ્રી આહીર સેવા સમાજના સભ્ય બનવાનું સર્વે જ્ઞાતિજનોને નિમંત્રણ છે. આજીવન સભ્ય ફી ફક્ત રૂા.૫૦૧ છે. પાંચથી વધારે સભ્ય બનાવી આપનારને 'સમાજ માનનીયશ્રી'નો એવોર્ડ ખાસ સમારંભમાં આપવામાં આવશે સામૂહિક શક્તિનો વિકાસ થાય તેમજ વાડાભેદ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે શ્રી આહીર સેવા સમાજના.
આજીવન સભ્ય બનવા માટે આપ સર્વે જ્ઞાતિજનોને અપીલ કરીએ છીએ. આજીવન સભ્ય ફી રૂા.૫૦૧/- છે. ગુજરાતમાં કોઈપણ ગામ એવું નહીં હોય જ્યાં ભવિષ્યમાં આહીર સમાજના સભ્યો નહીં હોય આ માટે આજીવન સભ્ય બનનાર ભાઈઓએ પાંચ આજીવન સભ્ય બનાવી આપવાના રહેશે. આ રકમ સમાજના વિકાસ કાર્યોમાં વપરાશે. પાંચથી વધારે સભ્ય બનાવી આપનારને સમાજ “માનનીયશ્રી”નો ઈકલાબ આપશે.
મુંબઈનું આયોજન પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં શ્રી આહીર સેવા સમાજ પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિકસાવવા માગે છે. જ્યાં આપણા સમાજની બહોળી વસતી છે ત્યાં વિકાસના કાર્યો હાથ ધરવા ઈચ્છા રાખીએ છીએ. આપની સમયસરની સહાય, આપનો અપાર સ્નેહ, આપની મીઠી હૂંફ, આપની આર્થિક તાકાત સમાજના કંઈ કેટલાય યુવાનોમાં આત્મવિશ્વાસની રોશની પ્રગટાવી દેશે. પૂરા દિલથી, પૂરા ભાવથી, હૃદયથી સહુ પાસેથી નક્કર અને પ્રોત્સાહિક સહકાર મળી રહેશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.
આથી આપણા સમાજના જાગૃત સભ્યો વધારેમાં વધારે ભૂમિદાન તેમજ વધારેમાં વધારે આજીવન સભ્ય બનાવી સમાજના નવસર્જનમાં દરેક સભ્ય ફાળો આપે એવી વિનંતી છે. સહુ જ્ઞાતિજનોને આ અપીલ ઉત્સાહભેર વધાવી લેશો એવી આશા છે. સમસ્ત આહીર સમાજની આર્થિક સદ્ધરતા માટે શ્રી યદુનંદન વિકાસ બેન્કની સ્થાપના કરવામાં આવશે. મુંબઈ તેમજ ગુજરાતના મુખ્ય શહેરોમાં તેમની બ્રાન્ચો ખોલવામાં આવશે જે દ્વારા સમાજના સામાજીક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસના કાર્યો કરવામાં આવશે.
અમારું વિઝન એક સમૃદ્ધ સમુદાયની સ્થાપના કરવાનું છે જ્યાં દરેક આહીર સભ્યને શિક્ષણ, આરોગ્યસંભાળ અને આર્થિક તકો ઉપલબ્ધ હોય, જે આવનારી પેઢીઓ માટે એકતા, પ્રગતિ અને સમૃદ્ધિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે.અમારું વિઝન એક સમૃદ્ધ સમુદાયની સ્થાપના કરવાનું છે જ્યાં દરેક આહીર સભ્યને શિક્ષણ, આરોગ્યસંભાળ અને આર્થિક તકો ઉપલબ્ધ હોય, જે આવનારી પેઢીઓ માટે એકતા, પ્રગતિ અને સમૃદ્ધિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે.
આહીર સેવા સમાજના સભ્યો વચ્ચે સામૂહિક સંસાધનો અને સહયોગનો ઉપયોગ કરીને મુંબઈથી શરૂ કરીને અને ગુજરાત સુધી વિસ્તરણ કરીને વિકાસ અને વિકાસની તકો ઊભી કરવાનું અમારું મિશન છે.
અમારું મૂલ્ય એકતા અને સમર્થન દ્વારા સામૂહિક સશક્તિકરણ છે, આહીર સમુદાય માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવું.